નવી દિલ્હી: આર્ટિકલ 370 (Article 370) હટ્યા બાદ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના હાલાતની સમીક્ષા માટે 16 દેશોના રાજદૂતોનું એક પ્રતિનિધિમંડળ શ્રીનગર (Shrinagar) પહોંચ્યું. આ મંડળ સ્થાનિક લોકો તથા અધિકારીઓની સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ વિદેશી પ્રતિનિધિઓએ 9-10 જાન્યુઆરીએ ત્યાં જવાની મંજૂરી માંગી હતી. સૂત્રોનું એમ પણ કહવું છે કે તેમના તરફથી કાશ્મીરના હાલાતની સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે સરકારનું કહેવું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ જોયા બાદ જ ત્યાં જવાની ભલામણ પર વિચાર કરાશે. આ ટીમમાં દક્ષિણ અમેરિકા, આસિયાન અને આફ્રિકાના પ્રતિનિધિઓ છે. યુરોપિયન સંઘના પ્રતિનિધિ બાદમાં જશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....